જામનગરના સુપ્રસિદ્ધ અને આઈકોનિક સ્થળ સમાન રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

       સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.01 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે, આજરોજ તા.01 જાન્યુઆરીના રોજ જામનગર શહેરની શાન સમા અને જામનગરના આઈકોનિક સ્થળોની યાદીમાં સમાવિષ્ટ એવા રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર વહીવટી વિભાગ, જામનગર મહાનગરપાલિકા તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હિતેષભાઈ વાળાએ કર્યુ હતું, અને આભારવિધિ ભરતભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જામનગર શહેર મામલતદાર વીરલ માકડીયા, સૌરાષ્ટ્ર ઝોનના યોગ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, ગુજરાત યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો, શાળાના વિધાર્થીઓ, યોગ સ્પર્ધકો અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment