સુરત ખાતે શ્રી વઘાસીયા પરિવાર – સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ નું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત

           શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા તા. ૩૧.૧૨.૨૦૨૩ ના રોજ રજવાડી પાર્ટી પ્લોટ અમરોલી ખાતે સુરત માં વસતા વઘાસીયા પરિવાર નું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા એ જણાવેલ કે સમાજ ને નુકશાનકર્તા જૂની રૂઢિગત પરંપરાઓ તોડી ને, કુરિવાજો છોડી ને અને અંધશ્રદ્ધા ત્યાગી ને છેલ્લા ઘણા વર્ષો થી શ્રી વઘાસીયા પરીવાર નોલેજનાં માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે નવી પેઢી માં નવા વિચારો નું સિંચન કરવા, નવા આયામો ને સ્વીકાર કરવા અને આવનારા સમયનો સફળતાપૂર્વક સામનો કરી પ્રગતિનાં પથ પર આગળ વધવા નવી પેઢી ને તૈયાર કરવા દર વર્ષે ‘નોલેજ ફેસ્ટીવલ’ નું આયોજન કરી રહ્યા છે. આ સ્નેહ મિલન સમારોહમાં નોલેજ ફેસ્ટીવલ અતર્ગત જુદી જુદી ૧૫ જેટલા રચનાત્મક, સમાજ ઉપયોગી અને વ્યવસાય ઉપયોગી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં પરિવાર ના જુદા જુદા યુવાનો દ્વારા અલગ અલગ જવાબદારી નિભાવેલ.

કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા પરિવારનાં મહામંત્રી નીખીલ વઘાસીયા એ જણાવેલ કે આ નોલેજ ફેસ્ટીવલ માં બીઝનેસ એક્ઝીબીશન, બીઝનેસ ડેવલોપમેન્ટ સેમીનાર નું આયોજન કરેલ જેમાં સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ યુરોફૂડ ના માલિક મનહરભાઈ સાંસપરા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ રમેશ વઘાસીયા તેમજ એટલાન્ટીકો ઇન્ટરનેશનલ ના અમિત મુલાણી એ જુદા જુદા વિષયો પર યુવા બીઝનેસમેન ને માર્ગદર્શન કરેલ.

આ પરિવાર માં અન્ય પરિવાર ના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરેલ એ અંગે માહિતી આપતા પૂર્વ પ્રમુખ વિનુભાઈએ જણાવેલ કે ૬૦ કરતા વધારે અન્ય પરિવાર ના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહેલ, જેનો મુખ્ય હેતુ એક બીજા પરિવાર ના પ્રતિનિધિઓ મળી સમાજ સેવા તેમજ પરિવાર ના કોઈ સભ્યો ને કોઈ ધંધાકીય કે સામાજિક પ્રશ્નો હોઈ તો એકબીજા પ્રતિનિધિઓનાં માધ્યમ થી નિરાકરણ લાવી શકાય. જેમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ કાનજીભાઈ ભાલાળા એ જણાવેલ કે પરિવાર, સમાજ અને રાષ્ટ્રનાં પડકારજનક પ્રશ્નો ના સમાધાન માટે બધા પરિવારો એ સાથે મળી ને કામ કરવું પડશે. કાર્યક્રમ માં બાળકો માં નાનપણ થી સારુંઘડતર થાય તે માટે શિક્ષણ વિદ અને લેખક એવા વક્તા હરિકૃષ્ણ શાસ્ત્રી જે મોબાઈલ એક મોન્ક કે મોન્સ્ટર પર ખુબ ઊંડાણ પૂર્વક માહિતી આપેલ. હાલ માં હૃદય ના હુમલા નું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા તેમજ યોગ્ય સમયે પમ્પીંગ કરી હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવે તો ઘણા બધા જીવ બચી જતા હોય છે એ માટે ડો. મહેશ પટેલ, દર્શન ચૌહાણ તેમજ એમની ટીમ દ્વારા પરિવાર ના ૫૦૦૦ કરતા વધારે લોકો સમક્ષ ડેમોન્સ્ટ્રેશન કરેલ અને ૩૦ કરતા વધારે લોકો ને તાલીમ આપેલ. સાંજે પરિવારનાં બાળકો ને પ્રોત્સાહન માટે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ.

કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા ટીમનાં પ્રમુખ નીતિન વઘાસીયા તેમજ મહામંત્રી પરેશ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવેલ.

Related posts

Leave a Comment