૧લી મે-ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી-૨૦૨૬

હિન્દ ન્યુઝ, સુરત

     ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા તા.૧ મે સુધી અઠવાલાઇન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમણે મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા.
તા.૧ મે સુધી ચાલનારા ત્રિ-દિવસીય શસ્ત્ર પ્રદર્શન સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સુરતવાસીઓ સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.

   આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજૂ કરતા સ્ટોલ્સ છે, જેમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિ:સ્વાર્થ ભાવે કાર્યરત દેશની સુરક્ષા એજન્સીઓ, ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ. ટ્રાફિકના જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે.

Related posts

Leave a Comment