જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર 

    લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રીમતી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે આજ રોજ જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીએ વૃક્ષારોપણ કરી પેહલી વખત મતદાનનો ઉપયોગ કરનાર યુવા મતદારોને ચૂંટણીનું મહત્વ સમજાવી મતદાન અવશ્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં “હું અવશ્ય મતદાન કરીશ” એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા. પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુવા મતદારોએ વોટ ફોર મહીસાગર આકારમાં વૃક્ષારોપણ કરી પોતાના પેહલા વોટ કરવા જવાનો ઉત્સાહ બતાવ્યો હતો.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, નાયબ વન સરક્ષક નૈવિલ ચૌધરી, પ્રોબેશનલ આઈ.એ.એસ. મહેક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર , પ્રાંત અધિકારી આનંદ પાટીલ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment