તાલુકા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરી…..

દિયોદર,

દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થવા પામ્યો છે. જેમાં આવી વિકટ પરિસ્થિતિ ના દિયોદર ખાતે 100 બેડ ની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા તાલુકા પંચાયત ના પ્રમુખે લેખિત માં રજુઆત કરી છે.

દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવતા ચિત્રલેખા કુવરબા પ્રવિણસિંહ વાઘેલા એ દિયોદર ગ્રામીણ વિસ્તાર અને દિયોદર શહેર માં કોરોના વાઇરસ ના કેસો માં વધારો થઈ રહો છે. જેમાં દિન પ્રતિદિન વધતા જતા કેસો ને ધ્યાને લઇ તાલુકા પંચાયત ના લેટર પેડ પર મુખ્યમંત્રી ને લેખિત માં રજુઆત કરતા દિયોદર ખાતે 100 બેડ ની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા વિચારણા કરવા રજુઆત કરી છે. આ બાબતે પ્રવિણસિંહ વાઘેલા એ જણાવેલ કે હાલ ની સ્થિતિ ઘણી ગંભીર છે અને તાલુકા તેમજ શહેર માં કેસો માં વધારો થઈ રહો છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા દિયોદર ખાતે 100 અથવા 50 બેડ ની એક કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તેવી રજુઆત કરી છે. દિયોદર શહેર માં ઓછા માં ઓછા B.A.M.S., B.H.M.S., M.B.B.S , કરેલા 25 ડોકટરો પ્રેકટીસ કરે છે. આ તમામ ડૉક્ટર ને કોવિડ 19 મહામારી બાબત ની short duration training તાલુકા હેલ્થ ઓફિસ મારફતે આપવામાં આવે તો આ ડોકટરો પણ mild કેસો નું સારી રીતે નિદાન તેમજ તપાસ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે તે યોગ્ય વિચારણા લઈ યોગ્ય પગલાં લેવા જોઈએ.

રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment