દિયોદર નગરજનો માટે ત્રીજો પાણી નો બોર મંજુર હવે પાણી ને સમસ્યા દૂર થશે

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ની સહુ થી મોટી ગ્રામ પંચાયત દિયોદર ખાતે હવે પીવા ના પાણી ની સમસ્યા ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત ની રજુઆત બાદ એકા એક ત્રીજો પાણી નો બોર મંજુર થતા આનંદ ની લાગણી જોવા મળી છે.

દિયોદર ગ્રામ પંચાયત કચેરી માં સરપંચ તરીકે દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ફરજ નિભાવી રહા છે. જેમાં કોરોના સંકટ વચ્ચે પણ કોરોના વોરિયર્સ તરીકે ગ્રામ પંચાયત ને લગતી તમામ કામગીરી સામે ઊભા રહી એક સ્વચ્છ ગામ તરીકે તેમની ઓળખાણ બનાવી રાખી છે જેમાં ઘણા સમય થી દિયોદર માં ત્રીજા પાણી ના બોર ની જરૂરિયાત હોવાથી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા દિયોદર ખાતે ત્રીજો પાણી નો બોર મજૂર થયો છે. જેમાં હવે દિયોદર નગરજનો ને પાણી ની સમસ્યા નહીં રહે, એકાએક પાણી નો બોર મજૂર થતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી આવી છે. ગ્રામ પંચાયત ના કર્મચારીઓ દ્વારા પણ કોરોના સંકટ વચ્ચે દિયોદર ને સ્વચ્છ રાખવા 24 કલાક સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. આ બાબતે ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ જણાવેલ કે ગામ ને સ્વચ્છતા તરફ લઈ જવું તે અમારી ફરજ છે અને અમારી ગ્રામ પંચાયત ની ટિમ હંમેશા 24 કલાક ખડેપગે રહે છે . કોઈ પણ સમસ્યા માટે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે જેમાં દરેક પ્રશ્ન અહીં આવે તો તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે છે. જેમાં જરૂરિયાત મુજબ દિયોદર માં પાણી નો બોર પણ મંજુર થયેલ છે હવે નગરજનો ને પાણી નો પ્રશ્ન નહીં રહે.

રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment