રાજકોટ શહેર પરીક્ષાના ૧૫ દિવસ બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થશે તો તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વિજય દેસાણીએ આ જાહેરાત કરી છે. આ ઉપરાંત પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થશે તો તેમને પણ ૧ લાખની સહાય કરવામાં આવશે. ૧૧ પરીક્ષા કેન્દ્ર પર ૯૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, સરકાર અને U.G.C ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરાશે તેમજ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં ૫૦ ટકા એટલે કે ૧૫ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક દવા પણ આપવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment