કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે બેઠક યોજાય

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ સંદર્ભે સંકલન હોલ ખાતે યોજાય હતી. આ બાબતે કલેક્ટર એ છોટાઉદેપુર જિલ્લામાં રક્તપિત્ત અંગેની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં રક્તપિત્તના દરેક દર્દીને સમયસર સારવાર મળી રહે તે બાબતે સૂચન કર્યું હતું.

આ અભિયાન માહિતી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં તા.૧૯મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી રક્તપિત્ત શોધ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન હેઠળ ૧૧૦૦ ટીમો દ્વારા જિલ્લાના કુલ ૧૩ લાખથી વધુ લોકોની રક્તપિત્ત અંગેની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જેમાં આશાવર્કર બહેનો મહિલાઓની જ્યારે પુરુષ વોલેન્ટીયર દ્વારા પુરુષની તપાસ કરવામાં આવશે. જેમાં પ્રાયવસી અને ગુપ્તતાનું ખાસ ધ્યાન રાખવામા આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં અત્યાર સુધી છોટાઉદેપુરમાં ૧૮ રકતપિતના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ગ્રેડ-૨ વિકલાંગતા વાળુ દર્દી મળેલ નથી. જૂના અને નવા દર્દીઓ એમ કુલ મળીને ૧૮ દર્દીઓને વિનામુલ્યે એમ.સી.આર (શુઝ) પૂરા પાડવામાં આવ્યા છે. તેમજ રકતપિતના કારણે વિકલાંગ દર્દીઓને રીકન્સ્ટ્રક્શન સર્જરી (RCS) પણ કરવામાં આવનાર છે.

  કલેક્ટર એ જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીઓને સૂચન કરતા કહ્યું હતું કે ગુજરાત બહારના જે દર્દીઓ છે તે અંગે અન્ય રાજ્યના જે તે જિલ્લાના કલેક્ટરને પત્ર પાઠવી આ અંગે જાણ કરવી. જેથી રક્તપિત્તના જરૂરમંદ દર્દીઓની ઓળખ કરી જરૂરી સારવાર સારી રીતે કરી શકાય.

 સમાજમાં રક્તપિત્ત રોગ વિષે જાગૃતા લાવવા પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે રક્તપિત્ત અંગેની સક્સેસ સ્ટોરી, આંકડાકીય માહિતીથી વખતોવખત લોકોને જાણકારી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવશે. જેથી લોકોમાં રકતપિત અંગેનો ભય, ગેરમાન્યતા અને સુગ દૂર કરી શકાય.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રક્તપિત અધિકારી તેમજ સલગ્ન કર્મચારીઓ સહિત સમિતિના સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.

 

 

 

 

 

Related posts

Leave a Comment