અસંગઠિત ૧૦૦ ઉપરાંત કામો માટે ઈ-શ્રમ કાર્ડ મળે છે

હિન્દ ન્યૂઝ, ભુજ

કાર્ડ માટે પાત્રતા- ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ, શ્રમિકો આવકવેરો ચુકવતા ન હોવા જોઇએ, શ્રમિકો પી.એફ. (PF), ESIC હેઠળ આવતા ન હોવા જોઇએ. મળવા પાત્ર લાભ – ઈ – શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે, અકસ્માતથી મૃત્યુ થાય તો રૂ. ર લાખ રૂપિયા મળવા પાત્ર છે, આંશિક અપંગતાના કિસ્સા માં રૂ. ૧ લાખ રૂપીયા મળવા પાત્ર છે, મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર દ્વારા મદદ મળવવા સરળતા રહેશે, કોણ કાર્ડ કઢાવી શકે- ખેતશ્રમિકો , મીઠા ઉત્પાદન – શ્રમિકો, નાના – સીમાંત ખેડુતો, વસ્ત્રો, પશુપાલન, આરોગ્ય સેવા, આશાવર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડીંગકામ કરનાર, બુટપોલીસ કરનાર, હેરડ્રેસીંગ, લોન્ડ્રીકામ , માટીકામ, ઘરેલુ કામ, નાના ઉધોગ, સુરક્ષા સેવા, રીક્ષા-વાહન ચાલક, દરજીકામ, બાંધકામ કામદારો, ફેરીયા શાકભાજી વેચનાર, લારી-ગલ્લા, વાહન કલીનર્સ, સાઈકલ રિક્ષા અને કાર્ટ પુલર, બળદ ગાડી અને ઘોડા ગાડીના ડ્રાઇવર, માલીસ કરનાર, પાર્લર, દલાલ અને નાણા ધીરનાર, નાણા ઉઘરાવનાર, લુહાર, કૃષિ અને મશીનર મિકેનિક્સ, સાઈકલ રીપેર, કુંભાર, બેકરી કામદાર, સુથાર, પ્લમ્બર, એસી સર્વિસ, પેન્ટર, ટીવી ટેપ રેડીયો રીપેર, રસોયાણી, ઘરકામ કરનાર, નોકર, ભણતર, માહિતી અને સંચાર, ઈલેકટ્રીક સાધન બનાવનાર, ડેરી પ્રોડકટસ ઉત્પાદકો, નાસ્તા બનાવનાર, સોનીના કારીગર, મેડીકલ, યોગ ગુરૂ, પુજાપો, સ્વાગત માટે સામે ટબલ પર મદદગાર, સ્ટોલ કે માર્કટના વેચાણ કરનાર, ટપાલી કુરિયર, ડીલેવરી બોય, દુકાન માં કામ કરનાર, ગ્રાફિકસ અને પ્રિન્ટીંગ, સિકયુરીટી, કાનુની અને સંબંધિત સહયોગી કામદાર, સંસ્થા સામાજીક સહયોગી કામદારો, દુકાન , ધોબી મશીન દ્વારા, ધોબી કપડા ધોનાર, ફાઇબર તૈયારી, સ્પિનિંગ અને વિન્ડિંગ મશીન ઓપરેટર્સ, ગાઇડ, કુક સંસ્થાકીય , વેઇટર્સ, બિલ્ડિંગ , રસોડા હેલ્પ ,પશુધન અને ઉત્પાદકો, મરઘાં ઉત્પાદકો પ્લાસ્ટિક પ્રોડકટસ મશીન ઓપરેટર્સ , સ્ટોનમેશંન, સ્ટોન કટર, સ્પિલટર્સ અને કાર્વર, કોંક્રિટ પ્લેસર્સ, કસાઇઓ ફિશામોન્ગર્સ અને સંબધિત ખોરાક તૈયાર કરનાર, બેકર્સ , પેસ્ટ્રી કુકસ અને કન્ફેશનરી ઉત્પાદકો, ગ્લાસ અને સિરામિકસ પ્લાન્ટના સંચાલકો અને કામદારો, હસ્તાક્ષરકાર, સુશોભાન ચિત્રકારો કોતરણી કરનાર, લાકડામાં હસ્તકળા, કાપડ ચામડુંમાં હસ્તકળા, વણાટ, વણાટ મશીન ઓપરેટર, ડાયેટ સહાયકો , ટેકનિશિયન, ફ્રન્ટ લાઈન વર્કર્સ, મોચી, ખાણકામ અને ખાણકામ મજુરો, સંગીત વગાડનાર, ફોટો સ્ટુડીયો, તમાકુ તૈયાર કરનાર અને ઉત્પાદન કરનાર, વૃડ વર્કિંગ મશીન ટુલ સેટર અને ઓપરેટરો, વુડ પ્રોસેસિંગ પ્લાન્ટ ઓપરેટર, અસંગઠિત છુટક જેવા તમામ વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવે છે. કાર્ડ માટે જરૂરી ડોકયુમેન્ટ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાણ થયેલ મોબાઇલ નંબર,બેંક પાસબુક કઈ રીતે નોંધણી કરી શકાય મોબાઇલ પરથી Www.esharm.gov.in પર જઇને જાતે નોંધણી કરી શકો, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર કે ઈ-ગ્રામ સેન્ટર(ગ્રામપંચાયત) માં જઇને નોધણી કરાવી શકાશે. વિનામુલ્યે શ્રમિક કાર્ડ(UAN ) મળવા પાત્ર છે.

Related posts

Leave a Comment