મુંદરા તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનરલ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

સારા ન્યુઝ, ભુજ

મેલેરિયા બીમારી, જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો ટાઢિયો તાવ કહીએ છીએ, એની સામે જનજાગૃતિ માટે આખું જગત દર વર્ષે ૨૫ એપ્રિલને ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવે છે ત્યારે મુંદરા પોર્ટ ખાતે મુંદરા તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરપ્રાંતિય લેબરના લાભાર્થે યોજાયેલ મેડિકલ કેમ્પમાં અદાણી હોસ્પિટલના ડો. ચિંતન જોશી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. રૂચિતાબેન ધુઆએ સેવા આપી હતી.વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીયે થીમ અંતર્ગત કંપનીમાં યોજાયેલ શિબિરમાં જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર જયેશભાઈ ભાનુશાલીએ મેલેરિયાની સંપૂર્ણ સારવાર પર ભાર મુક્યો હતો. જ્યારે તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયાએ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો અંગે સમજણ આપી હતી તથા હેલ્થ સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કરે સારવાર અને ફોલોઅપ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા લેવાતા પગલાં અને સંકલનની વાત કરી હતી.

તાલુકા ટી.બી. સુપરવાઈઝર મેઘજીભાઈ સોધમે આ તબબકે ટી.બી. અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જયારે જગદીશભાઇ વ્યાસે નવા આવતા લેબરની સંપૂર્ણ આરોગ્ય તપાસ કર્યા બાદ જ ગેટ પાસ બનાવી આપવામાં આવે છે જેના કારણે મહદઅંશે રોગોને ફેલાતો અટકાવી શકાય છે એ વાત કરીને કંપની વતી સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ ચાવડાએ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમ અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ અને વિલમાર કંપનીના સોનલકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં ચિરાગ ઉપેરિયા, નિકુલ પરમાર,ભુપેન્દ્ર ડામોર, અરવિંદ દવે, અશોક સોધમ તથા જશરાજ સોધમ સહયોગી રહ્યા હતા.

Related posts

Leave a Comment