બોટાદ જિલ્લામાં બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની પરીક્ષાને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં આગામી તા.૨૪/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ખાલી જગ્યા માટે લેખિત પરીક્ષા ભાગ – ૧ બોટાદ જિલ્લામાં કુલ –૪૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પરીક્ષાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ – ૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ દ્વારા સતત નિરિક્ષણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં બોટાદ અને ગઢડા ખાતેના ગ્રામ્ય વિસ્તારના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે નિ:શુલ્ક બસની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગઢડા અને બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરીક્ષા કેંદ્રો છે તેવા પરીક્ષાર્થીઓને ડેપો ખાતેથી બસની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ગઢડા તાલુકાના પરીક્ષા કેન્દ્રોએ સમયસર પહોંચવા માટે ગઢડા ડેપો ખાતે સીટી તલાટી પી.પી.રેવર મો.નં.9723564422 અને રેવન્યુ તલાટી એમ.વી.બાવળીયા મો.નં.9904825548 નો સંપર્ક કરવાનો રહેશે તેમજ બોટાદ તાલુકાના પરીક્ષા કેન્દ્રોએ પહોંચવા માટે બોટાદ ડેપો ખાતે એમ.ડી.એમ.શાખા કલાર્ક એસ.એ.પરમાર મો.નં.8849234677 પર સંપર્ક કરવાનો રહેશે જેથી એસ.ટી બસની સુવિધાનો લાભ લેવા વહિવટી તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવે છે. આ ઉપરાંત બોટાદથી ભાવનગર પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસ પણ દોડાવાશે.આ સિવાય એસટી વિભાગ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તાર માટે એકસ્ટ્રા રુટ પણ ચાલુ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના કુલ રૂટની સંખ્યા – ૧૨ છે. બોટાદ જિલ્લામાં કુલ- ૪૭ પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ૫૪૭ વર્ગ/રૂમ ફાળવવામાં આવેલ છે, જેમાં કુલ – ૧૬૩૮૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો ખાતે મંડલના પ્રતિનિધિશ્રીઓ અને તકેદારી સુપરવાઇઝરઓની કુલ સંખ્યા – ૪૭ છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment