ગીર-સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્તારોમાં વિવિધ પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર કરે છે. અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઘોંઘાટ થાય છે. સરકારી કચેરીઓમાં રોજીદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. જેથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્તારોમાં પ્રતિબંધ મુકવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં વિવિધ પરીક્ષા સ્થળો ખાતેથી અધિકારીઓ અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુષ્પ, તિલક અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લામાં આદિત્ય બિરલા સ્કુલ વેરાવળ ખાતેથી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં જિલ્લામાં ધો.૧૦ માં ૧૩૮૦૯ અને ધો.૧૨ માં ૫૧૨૦…

Read More

વેરાવળ પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને પીએમ-(SU-RAJ) કાર્યક્રમ અંર્તગત મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા “સમાજિક ઉત્થાન રોજગાર આધારીત જન કલ્યાણ” (SU-RAJ) અંર્તગત આગામી તા.૧૩ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શ્રી રામ ઓડીટોરીયમ સોમનાથ ખાતે યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન અંતર્ગત પ્રાંત અધિકાર વિનોદ જોષીના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી કોન્ફરન્સ હોલ વેરાવળ ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમા પ્રાંત અધિકારીએ શ્રી રામ ઓડીટોરીયમ સોમનાથ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં pm-(SU-RAJ) કાર્યક્રમમાં, વીજળી પુરવઠો, પાણીની વ્યવસ્થા, તેમજ બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓ અંગે શીર્ષ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને સુચારૂ આયોજન અંતર્ગત…

Read More

પાલીતાણા આદપુર જૈન તીર્થ ખાતે છ ગાવ યાત્રા મેળા અન્વયે ભાવનગર એસ.ટી.વિભાગ દ્વારા ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       પાલીતાણા આદપુર જૈન તીર્થ ખાતે તા.૨૩.૩.૨૦૨૪ ને શનિવારના રોજ છ ગાવ યાત્રા (ઢેબરા તેરસ) મેળો યોજાનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાંથી યાત્રાળુઓ છ ગાવ યાત્રા એ આવતા હોય છે ત્યારે તેઓને સરળતાથી અવર જવર કરી શકે તે માટે ભાવનગર ડિવિઝન એસ.ટી.વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે આશરે ૪૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે. તા.૨૩ થી મેળો પૂર્ણ થાય ત્યા સુધીના સમયગાળા દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા બસોનું સંચાલન કરાશે. જેનો તમામ યાત્રિકોએ આ વિશેષ સુવિધાઓનો લાભ લેવા ભાવનગર એસ. ટી. ડીવીઝન દ્વારા અનુરોધ કરાયો છે.  …

Read More

સિહોર ખાતે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર  સિહોર હંસદેવ મહિલા કેન્દ્ર શિશુ મંદિર તેમજ કાનૂની સેવા સમિતિ દ્વારા 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિન વિશેષ નિમિતે કાર્યક્રમ હંસદેવ મહિલા કેન્દ્ર ખાતે સંસ્થા ના આચાર્ય પારસબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સંસ્થાના બહેનો દ્વારા રસપ્રદ માહિતી આપી હતી. મહિલાઓ પુરુષ સમોવડી બનીને રેલ્વે,એસ. ટી. માં ડ્રાઈવર, કન્ડક્ટર, મહિલા પોલીસ અધિકારી તરીકે પણ અગ્રમ સ્થાન સાથે સુપ્રીમ કોર્ટ હોય કે હાઇકોર્ટ માં મહિલાન્યાયધીશ તરીકે ફરજ અદા કરે છે. આ ઉપરાંત સરકાર ની 181 મહિલા અભયમ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને હંસદેવ મહિલા કેન્દ્ર…

Read More

ભાવનગરમાં “યશવંતરાય નાટ્યગૃહની બુકિંગની પ્રક્રિયા તા. ૧૨ માર્ચથી શરૂ

હિન્દ ન્યુઝ, ભાવનગર    ભાવનગરના વતની અને ગુજરાતી શાસ્ત્રીય ગાયક તેવા પંડિત યશવંતરાય પુરોહિતની સ્મૃતિમાં રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર વિભાગ હસ્તકના ભાવનગર ખાતે નવીનીકરણ પામેલા અને સુવિધાસભર ‘યશવંતરાય નાટ્યગૃહ’નું લોકાર્પણ માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તા. ૦૯ માર્ચના રોજ કરવામાં આવેલ હતું. અનેક નવોદિત કલાકારો માટે આ નાટ્યગૃહ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. જેથી નાટ્યગૃહની બુકિંગની પ્રક્રિયા તા. ૧૨/૦૩/૨૦૨૪ ને મંગળવારના રોજ શરૂ કરવામાં આવી છે. નાટ્યગૃહના બુકિંગ માટેનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. જેની ભાવનગરની જાહેર જનતા અને કલા રસિકોએ નોંધ લેવી. તેવું…

Read More

ભાવનગરમાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે તા: ૦૬/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ પા પા પગલી અંતગૅત જિલ્લાકક્ષાના “શીક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યું હતું તેમજ વાલીને ડેવલોપમેન્ટ અસેસમેન્ટ ટૂલના આધારે “બાળ પ્રવૃતિ થી પ્રગતિ” અંતર્ગત પોતાના બાળકોની પ્રગતિ કેવી રીતે થાય તેના વિષે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારીત વેસ્ટ માંથી બેસ્ટ TLM બનાવીને પ્રદર્શન કરવામાં…

Read More

બોર્ડનાં પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા આપતા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને કલેકટર આર. કે. મહેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા આપી હતી. સરદારનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુશ શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં. કલેક્ટર એ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી…

Read More

જન્મદિવસની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરતા ફોર્ચ્યુન હોસ્પિટલ ના ડૉ. જયસુખ કળથીયા

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેરનાં પ્રખ્યાત ફોર્ચ્યુન હોસ્પિટલ માં બાબર સમાજના રંજનબેન શાખ નામના વૃદ્ધ મહિલા ને કોથળી ની ગાંઠમાં કેન્સર હોવાનું જાણવા મળતા ફોર્ચ્યુન હોસ્પિટલ માં તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવાનું જણાવતા તેમના પરિવાર દ્વારા મંદીને લઈને હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને પૈસાની કોઈપણ જાતની સગવડ ના હોવાનું ડોક્ટરને જણાવેલ હતું અને કોઈપણ જાતની સરકારી સહાયમાં પણ કાર્ડ સુવિધા ન હતી ત્યારબાદ ભગવાન સ્વરૂપી બની ડો. જયસુખ કળથીયા એ તેઓના જન્મદિવસ નિમિત્તે ફ્રી માં ઓપરેશન કરવામાં આવ્યું એમ જણાવ્યું હતું અને ઓપરેશન ખૂબ જ સફળ રહેલ. આ સમાચારને…

Read More

પંચશીલ હાઇસ્કુલ લુણાવાડા ખાતે એસ.એસ.સી. નાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપી શુભેચ્છાઓ આપતા જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી

હિન્દ ન્યુઝ, મહીસાગર        રાજ્યભરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે મહીસાગર જિલ્લામાં કલેકટર શ્રીમતી નેહાકુમારી લુણાવાડાની પંચશીલ હાઇસ્કુલની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ સાકર,ચોકલેટ મો મીઠું કરાવી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટરએ પરીક્ષાર્થીઓને…

Read More