હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના વતની અને ગુજરાતી શાસ્ત્રીય ગાયક તેવા પંડિત યશવંતરાય પુરોહિતની સ્મૃતિમાં રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર વિભાગ હસ્તકના ભાવનગર ખાતે નવીનીકરણ પામેલા અને સુવિધાસભર ‘યશવંતરાય નાટ્યગૃહ’નું લોકાર્પણ માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તા. ૦૯ માર્ચના રોજ કરવામાં આવેલ હતું.
અનેક નવોદિત કલાકારો માટે આ નાટ્યગૃહ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. જેથી નાટ્યગૃહની બુકિંગની પ્રક્રિયા તા. ૧૨/૦૩/૨૦૨૪ ને મંગળવારના રોજ શરૂ કરવામાં આવી છે. નાટ્યગૃહના બુકિંગ માટેનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. જેની ભાવનગરની જાહેર જનતા અને કલા રસિકોએ નોંધ લેવી. તેવું યશવંતરાય નાટ્યગૃહના મેનેજરશ્રી વિક્રમસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.