હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે તા: ૦૬/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ પા પા પગલી અંતગૅત જિલ્લાકક્ષાના “શીક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યું હતું તેમજ વાલીને ડેવલોપમેન્ટ અસેસમેન્ટ ટૂલના આધારે “બાળ પ્રવૃતિ થી પ્રગતિ” અંતર્ગત પોતાના બાળકોની પ્રગતિ કેવી રીતે થાય તેના વિષે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારીત વેસ્ટ માંથી બેસ્ટ TLM બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ આંગણવાડીના નાના-નાના ભુલકાઓએ આ કાર્યક્રમમાં વિવિધ અભિનય ગીતો રજૂ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યા હતા. તેમજ મહેમાનો દ્વારા બાળકોને પ્રથમ,દ્વિતીય, અને તૃતીય નંબર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે માન સાસંદ ભારતીબેન શિયાળ જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી,મહિલા અને બાળ વિકાસ ચેરમેન, ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મહિલા મોરચાના પ્રમુખ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ સમગ્ર મેળાનું પ્રોગ્રામ ઓફિસર શારદાગૌરી સી દેસાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.