આઈ.સી.ડી.એસ.ની યોજનાકીય બાબતો પર રિવ્યુ મીટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

        ગુજરાત સરકાર સંચાલિત આઈ. સી. ડી. એસ. વિભાગની યોજનાકીય બાબતોની સમીક્ષા સમયાંતરે કરવા માટે ‘DLMRC’ ડિસ્ટ્રિક્ટ લેવલ મોનીટરીંગ રિવ્યુ મીટિંગનું આજે તા. ૦૯-૦૬-૨૦૨૩ના રોજ રાજકોટ ૬૯ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા અને માન. સંસદ સભ્ય રામભાઇ મોકરિયાના પ્રતિનિધિ એ.વી. વાઢેરની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.

        સરકારશ્રી દ્વારા સંચાલિત આઇ.સી.ડી.એસ. વિભાગના લાભાર્થીઓની સમીક્ષા કરવામાં આવી જેમાં સરકારની પોષણ સોનેરી ૧૦૦૦ દિવસ અંતર્ગત મુખ્યમંત્રી માતૃ વંદના યોજનાના લાભાર્થી સંખ્યા વધારવા બાબતે સમીક્ષા કરવામાં આવેલ છે. વધુમાં આંગણવાડી વિસ્તારનો સર્વે તેમજ લાભાર્થીઓ વધારવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરના મધ્ય કુપોષિત અને અતિ કુપોષિત બાળકો માટે ખાસ આરોગ્ય શાખા સંચાલિત યુ. એચ.સી પર ઉપસ્થિત પીડિયાટ્રિશિયન દ્વારા સમયસર ચેકઅપ કરી અને વધારાની ટ્રીટમેન્ટ આપી કુપોષણમાંથી મુક્ત કરવા બાબતની પણ સૂચના આપવામાં આવી હતી.

આઇ.સી.ડી.એસ.ના લાભાર્થીઓ માટે સમયાંતરે કેમ્પ કરી અને સગર્ભા, કિશોરીઓનાં HB ચકાસણી કરી અતિકુપોષિત બાળકોની ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતોનો લાભ એક જ સ્થળ પર મળી રહે ત બાબતની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. આઈ.સી.ડી.એસ. અને આરોગ્યની યોજનાના પ્રચાર પ્રસાર કરવા બાબતે જાણાવેલ છે.

આઈ.સી.ડી.એસ યોજનાકીય સિધ્ધી અને લાભાર્થીઓની સંખ્યા તેમજ તેમને મળતા પુરકપોષણ બાબતે ચર્ચા કરી અને રિવ્યુ મીટીંગ પૂર્ણ કરવામાં આવેલ હતી.

રિવ્યુ મીટિંગમાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, એડી. સિટી. એન્જિનિયર અઢિયા(ઇસ્ટ ઝોન), એચ. એમ. કોટક(સેન્ટ્રલ ઝોન) અને મહેતા (વેસ્ટ ઝોન) તેમજ ફૂડ વિભાગના સિનિયર કર્મચારી ઉપસ્થિત હતા. આઈ.સી.ડી.એસ.ના તમામ મુદાઓની સમજુતી અને વિશ્ર્લેષણ I/C પ્રોગ્રામ ઓફીસર તૃપ્તિબેન કામલિયા દ્વારા કરવામાં આવેલ હતી તેમજ આઈ.સી.ડી.એસ. શાખાના અર્બન ઘટક-૧ના સી.ડીપી.ઓ. જયશ્રીબેન સાકરીયા અને તમામ મુખ્ય સેવિકા અને આકાંડામદદનીશ મીટીંગ ખાતે ઉપસ્થિત રહેલ હતા.

 

Related posts

Leave a Comment