હિન્દ ન્યુઝ, વિંછીયા
વિંછીયા ન્યાયાલય ખાતે તારીખ ૫ જૂન ના રોજ ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયુડિ.મેજી.ફર્સ્ટ ક્લાસ કે.એન.જોષી તથા રજીસ્ટાર એસ.જી.ભટ્ટ તથા સી એસ.નાકિયા, સેક્રેટરી તાલુકા લીગલ સર્વિસ કમિટી તેમજ એસ.બી.ચુડાસમા, પી.એમ.સોલંકી, એસ.એ.બાવળીયા, વિજયભાઈ રોજસરા, વિજયભાઈ ખેરાળા, ભરતભાઈ રાઠોડ તેમજ તમામ સ્ટાફગણ તેમજ વન સંરક્ષક અધિકારી કે.ડી.જમોડ, એમ. ટી.કલોત્રા સાહેબ, તથા વિંછીયા કોર્ટ બાર એસોસિયેશનના પ્રેસિડેન્સ અને સિનિયર એડવોકેટ એચ.એચ.પરમાર સાહેબ તેમજ સેક્રેટરી એસ.એન.રામાનુજ, બી.આર.રાઠોડ તથા વિંછીયા કોર્ટના બારના વકીલો વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધેલ. આ વૃક્ષારોપણનો કાર્યક્રમ વિંછીયા કોર્ટ કમ્પાઉન્ડમાં જ કરવામાં આવેલ અને નામદાર મહેરબાન જજ સાહેબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેમજ વૃક્ષોના મહત્વ તેમજ વૃક્ષોથી થતા વિવિધ રીતે થતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવેલ.જે એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ