હિન્દ ન્યુઝ, ભાવનગર
સિહોર હંસદેવ મહિલા કેન્દ્ર શિશુ મંદિર તેમજ કાનૂની સેવા સમિતિ દ્વારા 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિન વિશેષ નિમિતે કાર્યક્રમ હંસદેવ મહિલા કેન્દ્ર ખાતે સંસ્થા ના આચાર્ય પારસબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સંસ્થાના બહેનો દ્વારા રસપ્રદ માહિતી આપી હતી.
મહિલાઓ પુરુષ સમોવડી બનીને રેલ્વે,એસ. ટી. માં ડ્રાઈવર, કન્ડક્ટર, મહિલા પોલીસ અધિકારી તરીકે પણ અગ્રમ સ્થાન સાથે સુપ્રીમ કોર્ટ હોય કે હાઇકોર્ટ માં મહિલાન્યાયધીશ તરીકે ફરજ અદા કરે છે. આ ઉપરાંત સરકાર ની 181 મહિલા અભયમ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને હંસદેવ મહિલા કેન્દ્ર પણ મહિલાઓના પ્રશ્નોનુ નિવારણ કરી શકે છે. આ પ્રસંગે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના PLV મેમ્બર હરીશભાઈ પવાર સહિત માતાઓ, બહેનો સહિત કાર્યક્રમ માં જોડાયા હતા.