આઠમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભુજમાં ૨૧મી જુન સુધી નિ:શુલ્ક યોગ શિબિર

હિન્દ ન્યૂઝ,  ભુજ

“આઠમાં વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, ભુજ મધ્યે તા. ૧૩/૦૬/૨૦૨૨ થી તા.૨૧/૦૬/૨૦૨૨ સુધી દરરોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

“YOGA FOR HUMINITY” થીમ પર આયોજીત આ શિબિર તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધી સાંજે ૫ થી ૬ અને તા. ૨૧ નાં સવારે ૭ થી ૮ સુધી નિ:શુલ્ક યોજાશે. જેમાં વિવિધ રોગાનુસાર યોગ શિખવાડવામાં આવશે. યોગ શિબિરમાં આવનારે પાથરણા અને નેપકીન તથા પાણીની બોટલ સાથે લઇ આવવાની રહેશે.તા.૧૩મીના યોગ પરિચય,તા.૧૪મીના યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ, તા.૧૫મીના શ્વસનતંત્રનાં રોગોમાં યોગનું મહત્વ,તા.૧૬મીના ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ, તા.૧૭મીના પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૧૮મીના સાંધાના દુ:ખાવાના રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.૧૯મીના ચામડીનાં રોગોમાં યોગ અને આયુર્વેદ,તા. ૨૦મીના માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ, તા. ૨૧મી જુનના યોગ અને આયુર્વેદનું સ્વસ્થ જીવનશૈલીમાં મહત્વ એ થીમ રહેશે. તો તેનો બહોળી સંખ્યામાં નાગરીકો લાભ લેવા વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment