હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ શહેરનાં પ્રખ્યાત ફોર્ચ્યુન હોસ્પિટલ માં બાબર સમાજના રંજનબેન શાખ નામના વૃદ્ધ મહિલા ને કોથળી ની ગાંઠમાં કેન્સર હોવાનું જાણવા મળતા ફોર્ચ્યુન હોસ્પિટલ માં તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવાનું જણાવતા તેમના પરિવાર દ્વારા મંદીને લઈને હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને પૈસાની કોઈપણ જાતની સગવડ ના હોવાનું ડોક્ટરને જણાવેલ હતું અને કોઈપણ જાતની સરકારી સહાયમાં પણ કાર્ડ સુવિધા ન હતી ત્યારબાદ ભગવાન સ્વરૂપી બની ડો. જયસુખ કળથીયા એ તેઓના જન્મદિવસ નિમિત્તે ફ્રી માં ઓપરેશન કરવામાં આવ્યું એમ જણાવ્યું હતું અને ઓપરેશન ખૂબ જ સફળ રહેલ. આ સમાચારને લઈને પરિવારમાં હર્ષ ઉલ્લાસના આંસુ આવી ગયેલ હતા અને દર્દીના પરિવારજનો એ ફોર્ચ્યુન હોસ્પિટલ નો આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ