હિન્દ ન્યુઝ, મહીસાગર
મહીસાગર વન વિભાગ અંતર્ગત આવેલ લુણાવાડા રેન્જ, બાલાસિનોર રેન્જ, ખાનપુર રેન્જ એટલે કે મહીસાગર-૧ સબડિવિઝનનો વાંસ વિતરણ કાર્યક્રમ કાનેલા ખાતે યોજાયો હતો. જેમાં મહીસાગર વનવિભાગ અંતર્ગતણી વિવિધ સહભાગી વન મંડળીના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમાં અંદાજિત ૧૫૦ જેટલા લાભાર્થીઓને વાંસના સ્વરૂપમાં લાભ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોને વન વિસ્તારમાં દવ ન લગાવવા તેમજ દવના કિસ્સામાં મદદરૂપ થવા અંગે સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.આમ મોટી સંખ્યામાં ગ્રામજનોમાં વાંસનું વિતરણ કરવાથી તેઓ વાંસને લગત વિવિધ વસ્તુઓ બનાવી આર્થિક લાભ પણ મેળવી શકશે.
આ કાર્યક્રમમાં લુણાવાડા આર.એફ.ઑ. વી એન હારેજા, બાલાસિનોર આર.એફ.ઑ. પી.જે.ચૌધરી, ખાનપુર આર.એફ.ઑ ડી.વી.સોલંકી દ્વારા ઉપસ્થિત લોકોને વાંસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર