શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યોજાશે ૧૭મો યુવક મહોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સત્તરમા(૧૭માં) યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.૦૫-૧૦-૨૦૨૩ના ગુરૂવારે સવારે ૧૦:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાશે. સત્તરમા યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

આ ૧૭મા યુવક મહોત્સવ દરમિયાન કુલ ૨૯ જેટલી સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં ૧૪ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્ર તથા ૧૫ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ યુવક મહોત્સવમાં રાજ્યભરની ૩૩ સંસ્કૃત કોલેજોના ૭૦૦ સ્પર્ધકો ભાગ લેશે.

આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પ્રકાશનોનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવશે તેમજ તા.૦૫-૧૦-૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ કલાકે ટાવર ચોક, વેરાવળથી યુનિવર્સિટી સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ, રાજ્યભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો / અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણ આ યાત્રામાં ભાગ લેશે.

આ સમારોહમાં મુખ્ય-અતિથિ અને ઉદ્ઘાટકરૂપે પ્રો.અર્જુનસિંહ રાણા, કુલપતિ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, દેસર ઉપસ્થિત રહેશે. સારસ્વત અતિથિરૂપે પ્રો.હરેરામ ત્રિપાઠી, કુલપતિ, કવિકુલગુરૂ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, રામટેક (મહારાષ્ટ્ર) ઉપસ્થિત રહેશે તેમજ અધ્યક્ષરૂપે પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ, કુલપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ઉપસ્થિત રહેશે તેમજ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. દશરથ જાદવ આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે.

Related posts

Leave a Comment