તા. ૧૮ મી જૂન થી આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરવા તા. ૧૮ જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે.

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૧૮ જૂન, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી તા.૦૧ જુલાઈ (૧૪ દિવસ) સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. 

જે ધ્યાને લઇ આણંદ જિલ્લાના ખેડૂતોએ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વધુમાં અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ આણંદ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે.

Related posts

Leave a Comment