બનાસકાંઠા- લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,

 લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી બાબતે ખેડૂતોને પહેલાં દિવસે જ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. આજ થી મગફળીની નોંધણી કરવાની શરૂઆત થયેલ છે પરંતુ ટેકાના ભાવે મગફળી ની નોંધણી બાબતે આજે લાખણી ખાતે ખેડૂતોની મગફળી ની નોંધણી નાં થતાં ખેડૂતો એ ભારે હોબાળો મચાવ્યો હતો. લાખણી ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં ખેડૂતો એકઠાં થયાં હતાં આજથી ચાલુ થયેલ ટેકાના ભાવ માટેની નોધણી ન થતાં ખેડૂતો એ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામ પંચાયતના વી.સી.ઈ હડતાળના કારણે ખેડૂતોને પરેશાની વેઠવાનો આજે વારો આવ્યો હતો. ગ્રામ પંચાયતમાં નોધણી ન થતાં ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પહોંચ્યાં હતાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોધણી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ખેડુતોની વેદના સાંભળી ખેડૂતો વચ્ચે ઉભા રહી મોબાઈલ ફોનનું લાઉડ સ્પીકર રાખી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાની ઓફિસમાં તાત્કાલીક ટેકાના ભાવે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ખેડુતોની આપવીતી સંભળાવી હતી. જોકે સમગ્ર મામલે લાખણીના નાયબ તાલુકા વિકાસ અધિકારી પી.એમ.પટેલ લે એ કયું હતું કે ખેડુતોની માંગ છે તે અમે ઉપર પોહચડી શુ તેવું જણાવ્યું હતું. એક તરફ સરકાર ખેડૂતોને પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરે છે. તો બીજી તરફ ગ્રામણી વિસ્તારમાં અભણ ખેડૂતો ગ્રામણી અને તાલુકા મથકની કચેરીઓ વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે કોઈ નકર જવાબ ન નળતા ખેડૂતો ધરમધક્કા ખાઈ છે. ખેડુતોની એક જ માંગ છે તેમની મુશ્કેલીનો જલ્દી નિરાકરણ આવે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment