સુરત શહેર પોલીસ 38 જેટલા અધિકારીઓ દ્વારા રક્તદાન દિવસે રક્તદાન કર્યુ

હિન્દ ન્યૂઝ, સુરત,

 ૧ ઓક્ટોબર વિશ્વ રક્તદાન દિવસ ની દર વર્ષે સુરતમાં અલગ-અલગ સામાજિક સંસ્થાઓ અને મંડળો રક્તદાન કેમ્પનું આયોજન કરી ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સુરત પોલીસે અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. હમણાં સુધી માત્ર સામાજિક સંસ્થાઓ અને મંડળો દ્વારા જ રક્તદાન કેમ્પ યોજી સમાજને સંદેશો પાઠવવામાં આવતો હતો પરંતુ હવે આ ઉજવણીમાં સુરત પોલીસ પણ સહભાગી બની છે. આજ રોજ સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિત ડીસીપી, એસીપી સહિત કુલ 38 જેટલા અધિકારીઓએ રક્તદાન કર્યું હતું. પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિર ખાતે વિશ્વ રક્તદાન નિમિતે આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં તમામ પોલીસ અધિકારીઓએ રક્તદાન કરી સમાજના અન્ય લોકોને આગળ આવવા પહેલ કરી હતી. લોકોને રક્તદાન કરવા અપીલ પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ જણાવ્યું હતું કે, મારા ધ્યાનમાં આવ્યું કે, શહેરમાં રક્તની અછત સર્જાઈ છે એટલે સુરત પોલીસે નક્કી કર્યું કે સૌ પ્રથમ આપણે રક્તદાન કરીએ અને પછી લોકોને કહીએ એટલે અમે રક્તદાન કર્યું છે. લોકોએ પણ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment