માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરિવાડ ગામમાંથી વિદેશી દારૂના ૭૧ બોટલ ઝડપી પાડતી  માલપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, માલપુર

   સંજય ખરાત,પોલીસ અધિશ્રક અરવલ્લી – મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિશ્રક મોડાસા વિભાગ મોડાસા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર મોડાસા સર્કલ મોડાસા નાઓ તરફથી પ્રોહી ની કામગીરી કરવા સારૂ સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે અંગેના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જે અન્વયે એન.એમ.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલપુર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટાફના માણસો તેઓ સાથે પેટ્રોલિંગ માં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આ કામના આરોપી પોતાના કબજા ભોગવટાના મકાઈ વાળા ખેતર માં પ્રોહી પ્રતિબંધક એરિયામાં પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી ઘરે હાજર મળી આવેલ ન્હોય તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લેવામાં આવેલ છે. તેમજ સદરી આરોપી માં અમરત ભાઈ કોહ્યાભાઈ પગી રહે. ચોરીવાડ તા.માલપુર જી. અરવલ્લી, વિરુદ્ધ માં પ્રોહી એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ પ્રોહી મુદ્દામાલ માં
(૧) HAYWARDS 5000 SUPER STRONG BEER FOR SALE IN RAJSTHAN ONLY 500 M.L કુલ નગ-૧૪ કુલ.કિ.રૂ.૨૧૦૦/-

(૨) officer choise classic whisky FOR SALE IN RAJSTHAN ONLY 180 M.L કુલ નગ-૧૪ કુલ.કિ.રૂ.૨૧૦૦/-

(૩) પ્રિન્સ દેશી મદિરા રાજસ્થાન બનાવટની ૧૮૦ મી.લી કુલ નગ-૪૩ કુલ કિ.રૂ.૪,૩૦૦/- નો ગણી પ્રોહી મુદ્દામાલ આમ માલપુર પોલીસ ને પ્રોહી કેશ શોધી કાઢવામાં સફડત મળી.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment