પંચશીલ હાઇસ્કુલ લુણાવાડા ખાતે એસ.એસ.સી. નાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપી શુભેચ્છાઓ આપતા જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી

હિન્દ ન્યુઝ, મહીસાગર 

      રાજ્યભરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે મહીસાગર જિલ્લામાં કલેકટર શ્રીમતી નેહાકુમારી લુણાવાડાની પંચશીલ હાઇસ્કુલની મુલાકાત લઈ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ સાકર,ચોકલેટ મો મીઠું કરાવી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટરએ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા.

મહીસાગર જિલ્લામાં ધોરણ- ૧૦ માં ૧૮૯૩૩ અને ધોરણ- ૧૨માં ૧૦૩૦૩ મળી કુલ ૨૯૨૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં એસ એસ સી માં ૩૦ પરીક્ષા કેન્દ્રો પર ૬૮ પરીક્ષા બિલ્ડીંગમાં ૭૦૩ બ્લોકમાં ૧૮૯૩૩ પરિક્ષાર્થી પરીક્ષા આપનાર છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૭ પરીક્ષા બિલ્ડીંગમાં ૩૩૧ બ્લોકમાં ૮૩૨૮ પરિક્ષાર્થી પરીક્ષા આપનાર છે અને વિજ્ઞાન પ્રવાહમાં ૦૮ પરીક્ષા બિલ્ડીંગમાં ૧૦૨ બ્લોકમાં ૧૯૭૫ પરિક્ષાર્થી પરીક્ષા આપનાર છે.

પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા જિલ્લા શિક્ષણાધિકારી નરેશ મુનિયા સહિત અગ્રણીઓ જોડાયા હતા.

 

Related posts

Leave a Comment