લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર    લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. રાજ્યની ૨૬ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે…

Read More

બોટાદના વિવિધ ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમોની હારમાળા

હિન્દ ન્યુઝ, બોટાદ      લોકસભા ચૂંટણી-2024 અન્વયે બોટાદ જિલ્લામાં તમામ બોટાદવાસીઓ તથા ખાસ કરીને મહિલાઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટેનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. વિવિધ ગામોમાં મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરતાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહિલાઓએ સહપરિવાર મતદાનનાં મંત્ર સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.

Read More