આણંદ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ        આણંદમા ગુરૂવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ, સાંગોળપુરા, આણંદ ખાતેના કાર્યક્રમમાં કલેકટર પ્રવીણ ચૌધરીએ દીકરીઓને ભણાવવા પર ખાસ ભાર મૂકીને દીકરી ભણી ગણીને આગળ વધશે તો ગામ અને સમાજનું નામ રોશન કરશે તેમ જણાવી પોતાના પરીવારનું દ્રષ્ટાંત આપી મારી બન્ને બહેનોને મારા પિતાએ શિક્ષણ આપ્યું હોઇ હાલમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવી રહી છે તેમ જણાવી શિક્ષણનું મહત્વ શું છે અને દીકરીઓને કેમ શિક્ષણ આપવું જોઈએ તે વિશે સૌને માહિતગાર કરી દિકરીઓને શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો.  આ પ્રસંગે કલેક્ટરએ…

Read More

સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં થયેલા અમાનવીય અત્યાચારો અને હિંસાના વિરોધમાં નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ        પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાના બનાવો બની રહ્યા છે. છેલ્લાં ઘણા સમયથી અત્યાચારનો આ સીલસીલો ચાલુ હતો અને ૫૦ દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઈડીના અધિકારીઓ પર હુમલાઓ અને ત્યાર બાદ શહજાદ શેખ નામના મુખ્ય આરોપી ફરાર થવાથી મીડિયા સમક્ષ ઊજાગર થઈ છે. રાજકારણ અને ધાર્મિક કારનામાંઓથી પ્રેરિત આ જધન્ય અપરાધ પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળની સરકારની નાકામિયાબીનો પુરાવો સાબિત થઈ છે. બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર બળાત્કાર અને…

Read More

આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન કોલેજના યુવા મતદારોની બાઈક રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, આણંદ         આણંદ ખાતે ગુરૂવારે આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા આણંદ ગ્રીડ પાસે આવેલ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત કોલેજોના વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદાર છે તેમનામાં મતદાન કરવાની જાગૃતિ આવે તે હેતુસર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં  મોટી સંખ્યામાં કોલેજના યુવા મતદારો જોડાયા…

Read More

ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત હેન્ડબોલ અને રસ્સા ખેચ નું દક્ષિણ ઝોન ની ટુર્નામેન્ટનું આયોજન

હિન્દ ન્યુઝ, બીલીમોરા        બીલીમોરા વી.એસ.પટેલ ગ્રાઉન્ડ પર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની હેન્ડ બોલ અન્ડર 14 અને રસ્સા ખેંચ અંડર 17નું ટુર્નામેન્ટ થયું હતું આ ટુર્નામેન્ટમાં સાત ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં સુરત સીટી અને વલસાડ જિલ્લો બંનેની વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. તેમાં વલસાડ જીલ્લો હેન્ડબોલમાં વિજેતા થઈ હતી અને રસ્સા ખેંચ અંડર ૧૭ ની ફાઈનલ ભરૂચ અને સુરત ગ્રામ્ય વચ્ચે રમાઈ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિજેતા થઈ હતી. આ ટુર્નામેન્ટનું સંચાલન જિલ્લા રમત વિકાસ અધિકારી…

Read More

કુંભણના ઇનોવેટિવ શિક્ષક દંપતિ પાસે આણંદના કરમસદથી ૧૦ શિક્ષકોનું ગ્રુપ રમકડાં દ્વારા શિક્ષણના સિદ્ધાંતો સમજવા આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર        શિક્ષણના કોઈ સીમાડાઓ નથી હોતા… તે ઉક્તિ અન્વયે શ્રી સંતરામ વિદ્યામંદિર કરમસદ થી બાળ સમર્પિત ૧૦ શિક્ષકોનું એક જૂથ પોતાના પ્રધાન આચાર્ય અને ટ્રસ્ટી ગણ સાથે ૨૬૨ કિલોમીટરનું અંતર કાપીને મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં રમકડાં દ્વારા શિક્ષણ અંગે સમજવા આવી પહોંચ્યું હતું. કુંભણ શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણને આધુનિક સ્વરૂપે રમકડાં દ્વારા શિક્ષણના અનેક પ્રયોગો કરે છે. કરમસદ થી આવી પહોંચેલા કુલ ૧૦ શિક્ષકોએ આ દંપતિના રમકડાંનો અભ્યાસ કર્યો હતો. રમકડા કેવી રીતે બનાવવામાં…

Read More

ભાવનગરના સોડવદરા ગામના મુક્તાબેન ચાવડા સ્વ- સહાય જૂથની મદદથી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર તાલુકાના સોડવદરા ગામના મુક્તાબેન પ્રવિણભાઈ ચાવડા ને મનિષા સખી મંડળ યોજના થકી મળી રહ્યો છે યોજના નો લાભ મળી રહ્યો છે. એ અંતર્ગત તેઓ પોતે તથા પોતાનો પરિવાર આ યોજના થકી અનેક લાભ મેળવી રહ્યા છે. શ્રીમતી મુક્તાબેન પ્રવિણભાઈ એ જણાવ્યું હતું કે તેઓને સ્વ- સહાય જૂથની મદદથી તાલીમ લીધી ૩૦૦૦૦ ની બચત કરી અને ૧ લાખની લોન લીધી તેમાથી દુકાન ખોલી તેમા તેવો બેંકને લગતી કામગીરી અને CSC સેન્ટર પણ ચલાવી રહ્યા છે ખાખરાની બનાવવાની તાલીમ,બ્યુટી પાર્લર, સીવણ કલાસના વગૉ પણ ચલાવે છે.…

Read More

ઘોઘા તાલુકાના થળસર ગામના મનિષાબા કિશોરસિંહને મહાદેવ સખી મંડળ યોજના થકી મળી રહ્યા છે ઘણાં લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ઘોઘા તાલુકાના થળસર ગામના મનિષાબા કિશોરસિંહ ને મહાદેવ સખી મંડળ યોજના થકી મળી રહ્યા છે ઘણાં લાભ. એ અંતર્ગત તેઓ પોતે તથા પોતાનો પરિવાર મહાદેવ સખી મંડળ ની યોજના થકી ધણાં લાભ મેળવી રહ્યા છે. શ્રીમતી મનિષાબા કિશોરસિંહ એ જણાવ્યું હતું કે તેઓને દર મહિને ૧૦૦૦ ની બચત કરી રહ્યા છે, જેમાંથી તેઓને ૧૫૦૦૦ હજાર અને ૧ લાખ ની સી.સી. લોન મળેલ. હવે તેવો સખી મંડળ યોજનાથી પગભર થયા છે.    

Read More