કુંભણના ઇનોવેટિવ શિક્ષક દંપતિ પાસે આણંદના કરમસદથી ૧૦ શિક્ષકોનું ગ્રુપ રમકડાં દ્વારા શિક્ષણના સિદ્ધાંતો સમજવા આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      શિક્ષણના કોઈ સીમાડાઓ નથી હોતા… તે ઉક્તિ અન્વયે શ્રી સંતરામ વિદ્યામંદિર કરમસદ થી બાળ સમર્પિત ૧૦ શિક્ષકોનું એક જૂથ પોતાના પ્રધાન આચાર્ય અને ટ્રસ્ટી ગણ સાથે ૨૬૨ કિલોમીટરનું અંતર કાપીને મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં રમકડાં દ્વારા શિક્ષણ અંગે સમજવા આવી પહોંચ્યું હતું.

કુંભણ શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણને આધુનિક સ્વરૂપે રમકડાં દ્વારા શિક્ષણના અનેક પ્રયોગો કરે છે. કરમસદ થી આવી પહોંચેલા કુલ ૧૦ શિક્ષકોએ આ દંપતિના રમકડાંનો અભ્યાસ કર્યો હતો.

રમકડા કેવી રીતે બનાવવામાં આવ્યા છે ? રમકડાં બનાવવા ક્યાં મટીરીયલનો વપરાશ કરેલ છે ? તેમજ આ રમકડાંનો શૈક્ષણિક ઉપયોગ શીતલબેન ભટ્ટીએ અને રમેશભાઈ બારડ એ સમજાવ્યો હતો. શિક્ષકો કેટલીક બાળ સહજ રમત પણ રમ્યા હતા. આમ, બંને શાળાઓના શિક્ષકો વચ્ચે ‘ટવીનીંગ ઓફ સ્કુલ’ ના ઉદ્દેશો સાર્થક થયાં હતાં.

“ટવીનીંગ ઓફ સ્કૂલ” એ ‘શાળાઓ વચ્ચેની ભાગીદારી છે, જે હેઠળ બે શાળાઓ એકબીજાના વધુ સંપર્કમાં આવે છે. જેનો હેતુ વર્ગખંડની અંદર અને બહારના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયામાં અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણીમાં વધારો થાય છે. શાળાની મુલાકાતોના ભાગરૂપે નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

“ટવીનીંગ ઓફ સ્કૂલ” કાર્યક્રમ વિદ્યાર્થીઓને પીઅર લર્નિંગ અને ગ્રુપ લર્નિંગ માટેનું વાતાવરણ પ્રદાન કરીને શિક્ષણ પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ રહ્યું છે. આ પ્રોગ્રામ દ્વારા શિક્ષકોને વધુ સારી અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાની તક મળી હતી. શાળાના આચાર્ય જીતેન્દ્રકુમાર લાઠીદડિયાએ સૌ મહેમાનોનું ‘કુંભણ શિક્ષણ યાત્રા’ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.

 

 

 

 

 

Related posts

Leave a Comment