ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત હેન્ડબોલ અને રસ્સા ખેચ નું દક્ષિણ ઝોન ની ટુર્નામેન્ટનું આયોજન

હિન્દ ન્યુઝ, બીલીમોરા

       બીલીમોરા વી.એસ.પટેલ ગ્રાઉન્ડ પર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની હેન્ડ બોલ અન્ડર 14 અને રસ્સા ખેંચ અંડર 17નું ટુર્નામેન્ટ થયું હતું આ ટુર્નામેન્ટમાં સાત ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં સુરત સીટી અને વલસાડ જિલ્લો બંનેની વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. તેમાં વલસાડ જીલ્લો હેન્ડબોલમાં વિજેતા થઈ હતી અને રસ્સા ખેંચ અંડર ૧૭ ની ફાઈનલ ભરૂચ અને સુરત ગ્રામ્ય વચ્ચે રમાઈ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિજેતા થઈ હતી.

આ ટુર્નામેન્ટનું સંચાલન જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા સફળ સંચાલન થયું હતું અને આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે વી.એસ.પટેલ કોલેજના ડો. ભાવેશભાઈ દેવતા અને સંદીપભાઈ ચૌહાણ, હેમંત ટંડેલ, ડી.એલ.એસ.એસ.નો સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું એમના કાર્યો કરો અને ટુર્નામેન્ટના મેચ રેફ્રિ દ્વારા ટુર્નામેન્ટનું સફળ સંચાલન થયું હતું. એમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના ટ્રસ્ટી ભરતભાઈ અમીન, જસ્મીન નાયક, બીલીમોરા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, ભાજપ ગુજરાત રાજ્ય સંગઠન બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડો. સનમભાઈ પટેલ, ગણદેવી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, વિનોદભાઈ પટેલ, પ્રશાંતભાાાઈઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશભાાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જયદીપ રાવલ, બીલીમોરા

Related posts

Leave a Comment