લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદમા શનિવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આજે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે આણંદ કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.જે અનુસાર તા. ૭/૦૫/૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લામાં લોકસભા બેઠકની સાથે ખંભાત વિધાનસભાની બેઠક માટે પણ મતદાન યોજાશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત,ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં…

Read More

ભાવનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર

હિન્દ ન્યુઝ, ભાવનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ થયેલ છે. જેથી, આ કામે કોઇપણ મતદાર/લોકોને ચૂંટણી સબંઘી કોઇ ફરીયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત જણાય તો તેને મદદરૂપ થવા માટે ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો એક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જેનો હેલ્પલાઇન નં.૧૯૫૦ (ટોલ ફ્રી નંબર), કન્ટ્રોલ રૂમનો ફોન નં.૦૨૭૮-૨૪૨૦૩૦૫ છે તથા ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૧૬૧૮ છે. આ નંબરો પર મતદારો/લોકોને ફરીયાદ/રજુઆત/માર્ગદર્શન માટે ફોન દ્વારા સંપર્ક કરવા અથવા રૂબરૂ જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા અનુરોઘ કરવામાં આવે છે.  

Read More

લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.16-03-2024ના રોજ કરવામાં આવી છે. જે અન્વયે ભાવનગરના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જિલ્લા ચુંટણી અધિકારી આર. કે. મહેતા દ્વારા અપાયેલી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં ૯,૪૫,૦૭૬ પુરુષ મતદારો, ૮,૮૨,૦૩૪ મહિલા મતદારો તેમજ અન્ય ૩૪ મતદાર મળીને કુલ ૧૮,૨૭,૧૪૪ નોંધાયેલા મતદારો છે. ભાવનગર જિલ્લામાં પી.એચ.ડબલ્યુ મતદારો ૧૭,૨૪૫, ૮૫+ ઉંમરના મતદારો ૧૯,૪૨૭, ૧૦૦+ ઉંમરના મતદારો ૫૪૯ નોંધાયેલા છે. વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ મતદારો…

Read More

રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMCનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો વિજાણુ માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે. જેથી, તમામ કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMCનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા બાદ જ રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે જેની સર્વે કેબલ ઓપરેટરોએ નોંધ લેવા…

Read More

ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪, ગીર સોમનાથ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા ચૂંટણી અધિકારી ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ ખાતે આજે સાંજે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જાડેજાએ જિલ્લામાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચારસંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતાં. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ થયો છે…

Read More