રાણપુર-ધંધુકા રોડ પર ફોરવ્હિલરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતાં આગ પર કાબુ મેળવતી બોટાદ ફાયર વિભાગની ટીમ

હિન્દ ન્યુઝ, બોટાદ         બોટાદ જિલ્લામાં આગ લાગવાની ઘટના બને એટલે કોઇપણ વ્યક્તિ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરતું હોય છે, ત્યારે તા.૪ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રીના ૭:૪૦ કલાકે રાણપુર-ધંધુકા રોડ પર, રાણપુર નજીક એક વેગેનાર ફોરવ્હિલરમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જે અંગેની જાણ બોટાદ ફાયર વિભાગને થતા તરત જ ફાયર વિભાગના ગોપાલકુમાર, નિલેશભાઇ, સહદેવભાઇ અને અશોકભાઇ સહિતનની ટીમ તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચીને અંદાજે ૫ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમા સદનસીબે…

Read More

નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા “આસ પડોસ યુવા સંસદ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા રાષ્ટ્રીય યુવા નેતૃત્વ કાર્યક્રમ અંતર્ગત શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ ધ્રોલ ખાતે “આસ પડોસ યુવા સંસદ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘આસ પડોસ યુવા સંસદ’ કાર્યક્રમમાં નારી શક્તિ તેમજ વોકલ ફોર લોકલ સહિતના અલગ અલગ સેશન યોજાયા હતા. જેમાં તજજ્ઞો દ્વારા વોકલ ફોર લોકલ, નારી શક્તિ સહિતના મુદ્દે વિસ્તારથી યુવાનોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આ સાથે સાથે “યુથ મોક પર્લિયામેન્ટ” ના માધ્યમથી સંસદ ભવનની કાર્ય પ્રણાલી વિશે યુવાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.…

Read More

જામનગર વન વિભાગ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને અર્બન વાઈલ્ડ લાઈફ સેન્ટર ઠેબાની મુલાકાત કરાવાઈ

વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી હિન્દ ન્યુઝ, જામનગર      3 માર્ચ એટલે કે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગના જામનગર રેન્જ સ્ટાફ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને અર્બન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ચેલેન્જીસ પર વક્તવ્ય આપી વન્ય જીવન અને વન સંપદા વિશેની વિગતવાર સમજ અપાઈ હતી અને આપણી આસપાસ વસતા વન્યજીવોની સારવાર અને ચિકિત્સા પદ્ધતિ વિશે પણ બાળકોને વિસ્તારપૂર્વક માહિતગાર કરાયા હતા. આપણે કઈ રીત વન્ય જીવોને તથા પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ તે બાબતે સમજ અપાઈ હતી. બાળકો નજીકથી વન વૈભવને જાણી શકે તે હેતુથી જામનગર વન વિભાગની ઠેબા ખાતે આવેલ…

Read More

જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલય રૂ.૧ કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરીમાં નિર્માણ પામ્યું

હિન્દ ન્યુઝ, જામનગર      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી જિલ્લા પુસ્તકાલય– જામનગર તા. ૧૪-૦૩-૧૯૬૨ થી જામનગરની જાહેર જનતા માટે કાર્યરત છે. આ લાઈબ્રેરીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા. એક કરોડના ખર્ચે સ્માર્ટ લાઈબ્રેરી બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. તા. ૦૬-૦૩-૨૦૨૪ ને બુધવારના રોજ નવી બનેલ સ્માર્ટ લાઈબ્રેરી તથા ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન સંસદ પૂનમબેન માડમના હસ્તે સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે. -: નવી બનેલી સ્માર્ટ લાઈબ્રેરીમાં શરૂ કરેલ સુવિધાઓ:- પુસ્તક આપે- લે વિભાગ :- આ વિભાગમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના 70,000 હજારથી તમામ પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં…

Read More

આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માનું જામનગર એરપોર્ટ પર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર.             આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માનું જામનગર એરપોર્ટ પર આગમન થતા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શબી.કે.પંડ્યા, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ વડે મુખ્યમંત્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા.

Read More