હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં આગ લાગવાની ઘટના બને એટલે કોઇપણ વ્યક્તિ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરતું હોય છે, ત્યારે તા.૪ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રીના ૭:૪૦ કલાકે રાણપુર-ધંધુકા રોડ પર, રાણપુર નજીક એક વેગેનાર ફોરવ્હિલરમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જે અંગેની જાણ બોટાદ ફાયર વિભાગને થતા તરત જ ફાયર વિભાગના ગોપાલકુમાર, નિલેશભાઇ, સહદેવભાઇ અને અશોકભાઇ સહિતનની ટીમ તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચીને અંદાજે ૫ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમા સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.
રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ