મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરેન્દ્રનગર ખાતેથી ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન- 2024’નો રાજ્યવ્યાપી શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરેન્દ્રનગર ખાતેથી ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન- 2024’નો રાજ્યવ્યાપી શુભારંભ તેમજ વિવિધ વિભાગોના ₹1584 કરોડના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ વિકાસને દર્શાવતી ‘સુરેન્દ્રનગર વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી પ્રયત્નોના પરિણામે શરૂ થયેલ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ જનભાગીદારીથી ગુજરાતનાં જળાશયોની વરસાદી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે, જેના પરિણામે નારીશક્તિ…

Read More

ગીર-સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ સ્થાને “શિક્ષણની વાત : વાલી સાથે સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ સ્થાને કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા પા…પા…પગલી પ્રોજેક્ટ અંતર્ગત “શિક્ષણની વાત : વાલી સાથે સંવાદોત્સવ”(ભૂલકા મેળો) કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વર્તમાન સરકાર કાર્ય કરી રહી છે. આજનું બાળકએ આવનાર ભારતનું ભવિષ્ય છે. તેથી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં છે. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યુ હતું કે, આગણવાડીનાં બાળકોએ ભારતનુ ભવિષ્ય છે. આજના બાળકના…

Read More

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રીશ્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રૂ. ૧૪૦૦ લાખના કુલ ૩૯૫ કામોની પ્રભારી મંત્રીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી. પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર       આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-CF 0001 થી 9999, દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-CF 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-CF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૦૮-૦૩-૨૦૨૪ થી તા.૧૦-૦૩-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૦-૦૩-૨૦૨૪ થી તા.૧૨-૦૩-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

ઉમરાળા મામલતદાર કચેરી ખાતે તા. ૨૭ માર્ચ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  તાલુકા કક્ષાનો માર્ચ-૨૦૨૪ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૭/૦૩/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઉમરાળા, મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.  

Read More

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૦મી માર્ચથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા       ભારતવર્ષના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1.75 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ ૬૫,૦૦૦ કરતા વધુ વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે,માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટ્રેઇલની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે.…

Read More

પ્રાંચીની કે.કે.મોરી સ્કુલ ખાતે ૪ દિવસીય ખેલ મહાકુંભ ૨.૦માં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ કચેરી દ્વારા કે.કે મોરી સ્કુલ, પ્રાંચી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા રસ્સાખેંચ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તા.૦૫/૦૩/૨૦૨૪ થી ૦૮/૦૩/૨૦૨૪ સુધી યોજાનાર છે. તેમાં સૌરાષ્ટ્રના ૧૫ જિલ્લાઓની જિલ્લા કક્ષા સ્પર્ધામાંથી પસંદ થયેલ અં-૧૭, ઓપન વયજૂથ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનોની ટીમો ભાગ લેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાની યાદીમાં જણાવાયું છે.

Read More

ગીર સોમનાથમાં દ્વિ-ચક્રીય, ફોર-વ્હિલ, ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       દ્વિ- ગીર સોમનાથ એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ-ચક્રીય ચાલુ સિરીઝ GJ32M.N.P.R.AB.AC.AD,AE તેમજ ફોર-વ્હિલ વાહનોની ચાલુ સિરીઝ GJ32KAA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટેનો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૧૧ માર્ચથી તા.૧૩ માર્ચ સુધી રહેશે. તેમજ ઈ-હરાજીમાં ઓનલાઈન બિડિંગ તા.૧૩ માર્ચથી તા.૧૫ માર્ચ સુધીના સમયગાળામાં કરી શકાશે. ઓનલાઈન ઓકશનમાં ભાગ વેનારા અરજદારે http:/parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો…

Read More

તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલાતાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજનાના કેન્દ્ર માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે અને ગમે ત્યારે વગર નોટીસે છુટા કરવાની શરતે સંચાલકની જગ્યા ઉપર નિમણૂંક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી, તાલાલા ખાતે તા.૦૧/૦૩/૨૦૨૪ ને ૧૧ કલાકથી તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ ૪ કલાક સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો મામલતદાર કચેરી, તાલાલાની પી.એમ.પોષણ યોજના શાખામાંથી મળી રહેશે.(રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન) આ સંચાલકની જગ્યા માટે વય…

Read More

શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી – કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, આણંદ       મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો શ્રી રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ, તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. જે પૈકી કહાનવાડી ખાતે ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજસેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડયા છે.…

Read More