ગીર-સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ સ્થાને “શિક્ષણની વાત : વાલી સાથે સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ગીર-સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ સ્થાને કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા પા…પા…પગલી પ્રોજેક્ટ અંતર્ગત “શિક્ષણની વાત : વાલી સાથે સંવાદોત્સવ”(ભૂલકા મેળો) કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વર્તમાન સરકાર કાર્ય કરી રહી છે. આજનું બાળકએ આવનાર ભારતનું ભવિષ્ય છે. તેથી તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં છે.

તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યુ હતું કે, આગણવાડીનાં બાળકોએ ભારતનુ ભવિષ્ય છે. આજના બાળકના હાથમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતની જવાબદારી છે જેથી બાળકોને પ્રેમ અને લાગણી આપો અને અન્ય બાળકો સાથે રમવા દો જેથી બાળકોમાં રહેલી સુશ્રુક્ત શકિતઓ ખીલે તેમજ વધુમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર થાય તે દીશામાં સૌને સહિયારા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

અગ્રણી મહેન્દ્રભાઇ પીઠિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મહિલાલક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકી અને મહિલાઓ પગભર થાય તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા તેમજ ટી.એલ.એમ નિદર્શન અને મહાનુભવો દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર હિરાબેન રાજશાખા, અગ્રણી સર્વ નિશાબેન, રામીબેન વાજા,પ્રકાશભાઇ ટાંક,વિક્રમભાઈ પટાટ, કાનાભાઈ મુછાર, હરિભાઈ જાદવ, માનસિંગભાઈ પરમાર, આંગણવાડીની બહેનો અને નાના ભૂલકાઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment