આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-CF 0001 થી 9999, દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-CF 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-CF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૦૮-૦૩-૨૦૨૪ થી તા.૧૦-૦૩-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૦-૦૩-૨૦૨૪ થી તા.૧૨-૦૩-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment