જસદણ તાલુકા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજ દ્વારા સામાન્ય યોજાશે

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ તાલુકા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજ મંડળની વર્ષ 2022-23 ની વાર્ષિક સમાન્ય સભા આગામી તા 27/3/2024 ને બુધવાર ના રોજ સવારે 9:30 કલાકે જસદણ સહજાનંદ રેસ્ટોરન્ટ આટકોટ રોડ પર રાખવામાં આવેલ છે તેમજ સિનિયર સિટીઝન 80 વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા હોવ તેનુ સન્માન કરવામાં આવશે તો જસદણ તાલુકાના પેન્શનર મંડળના સભ્યોએ અવશ્ય હાજરી આપવા પ્રમુખ દેવશંકરભાઈ આર ચાંવ ની યદીમાં જાણવામાં આવે છે. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

મીડિયા નોડલ સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયાની અધ્યક્ષતામાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર      મીડિયા મોનિટરીંગ માટે મિડીયા તથા સોશિયલ મિડીયા નોડલ શૈલેષકુમાર બલદાણીયાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ. ઉપરોક્ત મિટીંગમાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ની ઘોષણા બાદ આ કમિટીએ શું શું કામગીરી કરવાની છે, તથા કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય માણસ દ્વારા આગામી ચુંટણીમાં જાહેરખબર કે પેઈડ ન્યુઝ થકી ગેરરીતિ ન આચરવામાં આવે તે બાબતે શું શું ધ્યાનમાં રાખવું તે અંગે કમિટીના તમામ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર   

Read More

ભાવનગર ખાતે મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તિન પત્તીનો જુગાર રમતાં છ માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર રેન્જ નાં પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. પી.બી.જેબલીયા, વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી, તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તે બદલ તા.૧૬/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર, નિર્મળનગર, અપ્સરા ટોકીઝ પાસ,એ શેરી નં.૦૧માં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તિનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે આધારે રેઇડ…

Read More