હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે આરોગ્ય વિભાગની પી.સી.પી.એન.ડી.ટી., ગવર્નીંગ બોડી, જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ મેટરનીટી ડેથ અંગે સમીક્ષા કરી હતી અને મેટરનીટી ડેથ ઘટાડવા અંગે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.ગવર્નીંગ બોડી સમિતિ અંતર્ગત સમિક્ષા કરવામાં આવી હતી.
ઉપરાંત કલેક્ટર દ્વારા વાતાવરણીય બદલાવ અને સંચારી રોગચાળા અને કોવીડના નવા વેરીયન્ટ અટકાયતી પગલાં લેવા માટે સુસજ્જ રહેવા તેમજ જન્મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ અંતર્ગત સમિક્ષા કરી હતી તેમજ બાલસખા કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસણી કરવા અને રકતપિત કામગીરી ત્રણ તાલુકાના વિવિધ ગામોમાં કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.એસ. રોય દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી આરોગ્ય શાખાની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, વેરાવળ એસ ટી ડેપોના એટીઆઈ દયારામભાઇ મેસવાણીયા સહિતના આરોગ્ય વિભાગના, શિક્ષણ વિભાગ, નગરપાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના એન.જી.ઓ.ના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા.