સુત્રાપાડા ખાતે જી.એચ.સી.એલ. કર્મચારીઓનું કોવીશીલ્ડ રસીકરણ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

           ગીર-સોમનાથ જિલ્લામાં કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોવીશિલ્ડ રસી આપવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ૬૦ થી વધુ જગ્યાએ રસકરણની કામગીરી કરવામાં આવી રહી છે. સુત્રાપાડાના અનુરાગ નગર ખાતે હેંમતભાઇ વાળાએ રસી લેતા જણાવ્યું હતું કે, પ્રથમડોઝ લીધા પછી મને કોઇ આડઅસર થયેલ નથી.

બીજો ડોઝ લીધા પછી હું સ્વસ્થ છું. કોઇ પણ તકલીફ થયેલ નથી લોકોએ અવશ્ય રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં સહભાગી થવું જોઇએ. ચડાસણીયા મુળજીભાઇ (ઉ.વ.૮૪)એ કોવીશિલ્ડ રસીનો બીજો ડોઝ લેતા જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇમાં દરેક લોકોએ રસીકરણ કરાવવું આવશ્યક છે. આ રસીથી કોઇ તકલીફ થતી નથી. રસી સંપૂર્ણ સુરક્ષિત છે. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિનામુલ્યે રસી આપવામાં આવી રહી છે.     

Related posts

Leave a Comment