થરાદના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયનો કરાયો શુભારંભ

હિન્દ ન્યૂઝ, થરાદ

         થરાદ તાલુકાના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચોથા તબક્કાનો જળ સંચય શુભારંભ સંસદના હસ્તે કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાલુકા વાહી અમુક ગામોને સુજલામ સુફલામ યોજના હેઠળ ચોથા તબક્કાનું જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવતાં ગુરુવારે કિયાલ ગામને આવરી લેવામાં આવતાં તળાવો ઊંડા કરવા ખેડૂતો કોઈપણ પ્રકારની મંજૂરી પરવાનગી મેળવ્યા વગર ખેડૂતો પોતાના ખેતરોમાં માટી લઈ શકશે.  સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના મુજબ 60 દિવસ સુધી ખેડૂતો માટી લઈ જઈ શકશે તેમાં કોઈપણ જાતની રોયલ્ટી નહિ ભરવી પડે સાથે સાથે તાલુકામાં કોઈપણ સરકારી કામ અથવા રોડ રસ્તા માટે માટીની જરૂરિયાત હશે તો તેઓ વાહનો વડે માટી લઈ શકશે. સુજલમ સુફલામ અંતર્ગત જળ સંચય શુભારંભ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી વિ.સી. બોડાણા, મામલતદાર દિલીપકુમાર દરજી, તાલુકા પંચાયત પ્રમુખ દાનાભાઇ માળી, તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, ગ્રામ પંચાયત સરપંચ,સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment