દિયોદરમાં ઐતિહાસિક જોગમાયા મંદિર ખાતે પહેલી વખત રમેલનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

        દિયોદર ખાતે ઐતિહાસિક જોગમાયા નું મંદિર આવેલું છે. ત્યાં દર રવિવારે ભક્તો દર્શનનો લ્હાવો લે છે ત્યારે આ વખતે જોગમાયા મંદિર ખાતે ફાગણ વદ સાતમ ને તા. 3- 4- 2021 શનિવાર ને રાત્રી ના સમયે ભવ્ય (જાતર ) રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ફાગણ વદ આઠમ ને રવિવાર સવારે તેલ ફૂલ ચલાવવામાં આવ્યું હતું અને માતાજી નો પ્રસાદ સૌ કોઈ ભક્ત સમુદાયે લીધો હતો.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ઐતિહાસિક જોગમાયા નું મંદિર આવેલું છે ત્યાં રાવળ દિનેશભાઇ મફાભાઇ અને રાવલ ભીખાભાઇ દ્વારા ભવ્ય રમેલ (જાતર) નું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકાના ગામોમાં ના ભુવાજી અને ભક્તો રમેલ નો દર્શન નો લાભ લીધો હતો. રમેલ માં દિયોદર તાલુકા ના મોજરુ ગામના કલાકાર અમરતભાઇ રાવળ તેજસભાઇ રબારી સારા એવા માતાજી ના હાલરીયા ગયા હતા. લોકોને સુરિલા કંઠ થી મુગ્ધ કર્યા હતા. રમેલ માં જોગમાયા ના ભુવાજી જોગાજી રાયાજી ઠાકોર ની વિશેષ ઉપસ્થિત રહી હતી. જેમાં માતાજી ના સેવક જયેશભાઇ ઠાકોર દ્વારા રમેલ માં દર્શન માટે આવતાં લોકોની સારી એવી સેવા કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનો પ્રદિપભાઇ શાહ લાલભાઇ સુમરા જેવા લોકો ઉપસ્થીત રહા હતા..

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment