થરાદ ખાતેથી ૪ લાખથી વધુની કીંમતના સ્મેક ( હેરોઈન) સાથે એક મહીલા સહીત ત્રણ (૩) ઈસમોને દબોચી લેતી SOG બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ

        IGP જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના એ.એસ.આઈ. કાંતીલાલ, હેડ.કો. ગીરીશભારથી તથા દિલીપભાઈ તથા ભરતસિંહ તથા પો.કો. દિલીપસિંહ તથા ભોજુભા તથા નરભેરામ તથા સાયબર સેલના પો.કોન્સ. પ્રકાશચંદ્ર તથા ડ્રા.પો.કો.દલજીભાઈ તથા સરદારભાઈ તથા વુ.પો.કો.કમળાબેન થરાદ પોલીસ સ્ટેશન વિગેરે નાઓ થરાદ સાંચોર હાઈવે રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં રોકાયેલ હતા. દરમ્યાન એક સફેદ કલરની નં.GJ 18 BB 7871 ની શંકાસ્પદ ડસ્ટર કાર આવતા મીઠા ભાભર હાઇવે રોડ ઉપર ભારત ગેસ એજન્સીની સામેની બાજુ રોકાવી ચેક કરતા તેમાં એક મહિલા (૧) પીનાબેન વા/ઓ ચીનુભાઈ ઉર્ફે ઈનાભાઈ રુપાજી ભાટી તથા (૨) અશ્વીન કુમાર ચીનુભાઈ ભાટી બંને રહે.દિયોદર નંદનગર સોસાયટી તા.દિયોદર તથા (૩) નિકુલભાઈ રઘુભાઈ મકવાણા રહે.મીઠા તા.ભાભર વિગેરે બેઠેલા જેઓ પૈકી ગાડીના ચાલક અશ્વીન કુમાર ચીનુભાઈ ભાટી પાસે બિન-અધિકૃત રીતે રાખેલ ૪૦.૮૭ ગ્રામ સ્મેક ( હેરોઈન) કિં.રૂ.૪,૦૮,૭૦૦/- નું મળી આવેલ જે મળી આવેલ સ્મેક ( હેરોઈન) સાંચોર ખાતેથી (૪) રાકેશ બિશનોઈ પાસેથી લાવેલનુ જણાવતો હોઈ મજકુર આરોપીઓ પાસેથી મળી આવેલ હેરોઈન તથા ડસ્ટર ગાડી કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ.૦૨ કિં.રુ.૪૫૦૦/- મળી કુલ મુદામાલ કિં.રુ.૯,૧૩,૩૦૦/- નો તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત મહીલા સહીત ત્રણ ઈસમો હાજર મળી આવેલ તેમજ રાકેશ બિશનોઈ હાજર મળી આવેલ ન હોય ઉપરોક્ત તમામ ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો‌‌ દાખલ કરવામાં આવેલ છે .

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment