મારૂતી ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર ઇસમને પકડી પાડતી શામળાજી પોલીસને મળેલ સફળતા

હિન્દ ન્યૂઝ, મોડાસા

          અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓએ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે અન્વયે બી.બી.બસીયા ના.પો.અધિ.મોડાસા વિભાગ મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે આજરોજ અણસોલ ચેક પોસ્ટ ઉપર પો.સબ.ઇન્સ એ.આર.પટેલ તથા ફરજ ઉપરના પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મારૂતી એસએક્સ ફોર ગાડી નંબર. DL9CX 4151 નો ચાલક પોતાના કબ્જાની મારૂતી એસએક્સ ફોર ગાડીમાં શીટમાં ગુપ્ત ખાનું બનાવી ગુપ્ત ખાનામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં અન્ય રાજ્યમાંથી પરીવહન કરી કાવતરૂ રચી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૮૩ જેની કિં.રૂ.૨,૨૦,૫૦૦/-નો તથા તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ ૨૦૦૦/- તથા મારૂરી સુઝુકી SX4 કંપનીની ગાડી ની કિં.રૂ ૨,૦૦,૦૦૦/- ની મળી કુલ કિં.રૂ. ૪,૨૨,૫૦૦/- નો મોટો પ્રોહીનો જથ્થો ભરી લઈ આવી પકડાઇ ગયેલ હોઇ જે બાબતે સદરી મારૂતી એસએક્સ ફોર ગાડીના ચાલક અમીત સ/ઓ રણધીરસિંઘ મહેન્દ્રસિંઘ જાતે ચૌધરી(જાટ) ઉ.વ.૩૪ રહે. બિજરોલ તા.બડોત જી. બાગપત થાના બડોત (ઉત્તરપ્રદેશ) તથા વોન્ટેડ ઇસમો વિરૂધ્ધ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ૧૧૧૮૮૦૧૦૨૧૦૧૦૬/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨),૮૧,૮૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આ કામે પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ શામળાજી પોલીસ ને ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશદારૂનો ગણનાપાત્ર કેસ શોધવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી- અમીત સ/ઓ રણધીરસિંઘ મહેન્દ્રસિંઘ જાતે ચૌધરી(જાટ) ઉ.વ.૩૪ રહે. બિજરોલ તા.બડોત જી. બાગપત થાના બડોત (ઉત્તરપ્રદેશ)

કામગીરી કરનાર અધિકારી /કર્મચારી-
(૧) એ.આર.પટેલ પો.સબ.ઇન્સ શામળાજી પોલીસ સ્ટેશન
(૨) અ.લો.ર કરણસિંહ ગણપતસિંહ શામળાજી પોલીસ સ્ટેશન
(૩) અ.પો.કો દિનેશભાઇ પનાભાઇ શામળાજી પોલીસ સ્ટેશન
(૪) આ.પો.કો. લાલસિંહ બલવંતસિંહ શામળાજી પોલીસ સ્ટેશન
(૫) અ.લો.ર. મહેશભાઇ ઉદાજી શામળાજી પોલીસ સ્ટેશન
(૬) અ.લોર મહેન્દ્રસિંહ લાલસિંહ શામળાજી પોલીસ સ્ટેશન

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment