હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના શેઢાયા ગામ મુકામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ વિકાસની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોડીનાર ડો.પ્રદ્યુમન વાંજા, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, તાલુકા પંચાયત કોડીનારના પ્રમુખ જીતુભાઈ પરમાર, સભ્યો, મહાનુભાવો, શેઢાયા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
