રાજકોટ શહેરમાં કોરોના વાયરસ પોઝિટિવ બોમ્બ ફુટયો, એક સાથે કોરોનાના ૬ કેસ નોંધાયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૩ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં ૨ અને ગોંડલ જામવાડીમાં રાજસ્થાનથી ૫ દિવસ પહેલા આવનાર મજૂર ભુવરલાલ ને કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. શહેરમાં આજે નોંધાયેલ કેસ પૈકી અમીનમાર્ગ, પ્રધ્યુમનનગર અને પુષ્કરધામ પાસે કેવલમ સોસાયટીમાંથી કોરોનાના ૩ કેસ સામે આવ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. જેમાં કાલાવડ રોડ પર આવેલ ૨૭Y/F, કેવલમ રેસિડેંસિ રહેતા અર્ચનાબેન કલ્યાણભાઇ અગ્રાવતનો તેમજ અમીન માર્ગ પર ૮૭Y/F, ચિત્રકૂટ ધામમાં રહેતા જશુમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુનો પણ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર , રાજકોટ

Related posts

Leave a Comment