ગીર સોમનાથ જિલ્લાના ૦૩ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂા.૯૩.૦૨ લાખ મંજુર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

        કલેકટર રાજદેવસિહ  ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૩ ગામોમાં પાઈપલાઈન દ્વારા પીવાના પાણી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નલ સે જલ યોજના અંતર્ગત  રૂા. ૯૩.૦૨ લાખના કામોની વહીવટી મંજુરી આપવામાં આવી છે.

             ઉના તાલુકાના દુધારામાં  રૂા.૨૮.૯૬, વેરાવળ તાલુકાના સીડોકરમાં રૂા.૨૮.૪૫ અને કાજલી માં રૂા. ૩૫.૬૧ લાખના ખર્ચે પાઈપલાઈન દ્વારા પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવશે. આમ આ ત્રણ  ગામોમાં કુલ રૂા.૯૩.૦૨ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.    

      આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે. ખાચર,  ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા, ડો.નીમાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment