રાજકોટ,
કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે રાજકોટમાં હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. જે આજથી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે અને રાજકોટ એરપોર્ટ પર આજે આઠ વાગ્યે મુંબઈથી સ્પાઇસ જેટ મારફતે ૭૫ જેટલા મુસાફરો રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે ફલાઈટ મારફતે રાજકોટથી ૩૫ જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા હતા અને રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા તમામ મુસાફરોનું મેડીકલ ચેકઅપ અને તમામ મુસાફરો નું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે તમામ વાતની ખરાઈ કર્યા બાદ રાજકોટ એરપોર્ટની તેમજ ફલાઈટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે સ્પાઈસ જેટના સંચાલકોએ રાજકોટ-મુંબઈ અને મુંબઇ થી રાજકોટ હવાઈ સેવા દરમિયાન મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે પ્રકારની તમામ મુસાફરોને જગ્યા ફાળવવામાં આવી હતી.
જ્યારે ઉડ્ડયન મંત્રી દ્વારા ૨૫ મે થી સમગ્ર ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે રાજકોટને કોઈ પણ હવાઈ સેવા ફાળવવામાં આવી ન હતી. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હવાઈ સેવા મામલે ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાર બાદ આજથી રાજકોટ થી મુંબઈ અને મુંબઈ – રાજકોટ વચ્ચેની હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ