રાજકોટ શહેર ૨ માસની બાળકી પણ કોરોનાની ઝપેટમાં. જીલ્લામાં આંક થયો ૧૦૦ને પાર

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં આજે વધુ એક કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાનો વધુ એક કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આજે એક જ દિવસમાં ૪ કેસ નોંધાયા છે. જે પૈકી ૧ શહેરમાં અને ૩ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. જેથી શહેરમાં પોઝિટિવ આંક ૮૧ પર પહોંચી ગયો છે. અને ગ્રામ્યનાં ૨૦ મળી કુલ પોઝિટિવની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. આજે સવારે ૩ કેસ નોંધાયા હતા. ત્યારે બપોર બાદ વધુ એક સામે આવ્યો છે. ૨ માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો. આ સાથે જીલ્લામાં આંક ૧૦૧ પર પહોંચ્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment