વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ-સૂરજ પોર્ટલ લોન્ચ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર       વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રવ્યાપી પીએમ- સૂરજ પોર્ટલ (પ્રધાનમંત્રી સામાજીક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ)નું લોન્ચિંગ કર્યું હતું. જેના અનુસંધાને દેશભરમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા. જામનગરમાં ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂરિયાના અધ્યક્ષ સ્થાને પીએમ-સુરજ પોર્ટલના લોન્ચિંગ અંર્તગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશભરના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોન્ચ કરેલા પીએમ- સૂરજ પોર્ટલના માધ્યમથી અનેક…

Read More

જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના…

Read More

જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો વિવિધ સહાયોનો લાભ મેળવવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડુતો ચાલુ વર્ષ 2024-25 દરમિયાન બાગાયત વિભાગની વિવિધ ઘટકો માટેની સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તે માટે ઓનલાઈન વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ (આઈ-ખેડૂત) પોર્ટલ પર આગામી તારીખ 11/05/2024 સુધી અરજી કરી શકાય છે. લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરીને જરૂરી સાધનિક કાગળોમાં અરજીની પ્રિન્ટ નકલ, 7- 12, 8- અ, જાતિનો દાખલો (અનુસુચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્કના બચત ખાતાની નકલ સામેલ રાખીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, રૂમ નં. 48,…

Read More

ધ્રોલમાં નશામુક્તિ વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરના ધ્રોલ તાલુકામાં માતૃશ્રી રામબાઈમાં આહિર કન્યા છાત્રાલય ખાતે નશાકારક પર્દાર્થો અને માદક દ્રવ્યોના ઉપયોગને અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આહિર કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ, આમંંત્રિત મહેમાનો અને શિક્ષકગણ સહિત ઉપસ્થિત સર્વેને નશામુક્તિના વિવિધ ઉપાયો અને કાયદાકીય માર્ગદર્શન આપવામાંં આવ્યુંં હતુંં. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ નશામુક્તિ અંગે શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાંં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ.પી.વી.શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, આહિર કન્યા છાત્રાલયના આચાર્ય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ની…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ – ફેબ્રુઆરી 2024માં દેશમાં 3 સેમિકન્ડકટર પ્લાન્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી અને 15 દિવસના ટૂંકા ગાળામાં જ આજે ત્રણ પ્લાન્ટનું ભૂમિ પૂજન થયું – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉત્તમ નિર્ણય શક્તિ અને વિઝનરી લીડરશીપને કારણે સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રી ભારતમાં શરૂ થઈ શકી – આવનારા દિવસોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સાણંદ અને મેડ ઇન આસામની ટેકનોલોજીનો દુનિયાભરમાં ડંકો વાગશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – સમસ્યાઓને સંભાવનાઓમાં બદલવી એ જ મોદીજીની ગેરંટી છે – વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ગુજરાતને ભારતનું કેન્દ્ર…

Read More

યુથ ઓલિમ્પિક ૨૦૨૯ અને ઓલમ્પિક ૨૦૩૬ના આયોજન માટે ગુજરાત સજ્જ થઈ રહ્યું છે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલિમ્પિક ૨૦૩૬ના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરતની વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલમ્પિક ૨૦૩૬ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમત-ગમત રાજ્યમંત્રી અને રમત-ગમત અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એન.જી.ઓ…

Read More

રાજ્યમાં શહેરી જનજીવન સુખાકારીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા સાથે ભવિષ્યની વિકાસ સંભાવનાઓ ધ્યાને લઈને શહેરી જનજીવન સુખાકારી માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જન્‍મ સ્થળ ટંકારા આજે ૨૨ હજાર જેટલી જનસંખ્યા ધરાવતું ગામ બની ગયું છે. ટંકારાના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખવા સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીને ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ટંકારાને ગ્રામ…

Read More

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઇણાજ ખાતે આજે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક (DLCC)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લાનાં નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જિલ્લા વાર્ષિક ધિરાણ યોજનાને કલેક્ટર જાડેજાએ લીડ બેંક મેનેજર ભરતકુમાર વાણિયા, લીડ જિલ્લા અધિકારી અને ભારતીય રિઝર્વ બેંકના આલોક સિંઘ, નાબાર્ડના જિલ્લા વિકાસ અધિકારી કિરણ રાઉતની ઉપસ્થિતિમાં લોન્ચ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાને લગતી બેંકોના આગામી વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫ માટે લૉન્ચ કરાયેલી વાર્ષિક ધિરાણ યોજના મુજબ કુલ અગ્રતા ક્ષેત્રના એડવાન્સનો લક્ષ્યાંક રૂ. ૪૭૮૦.૯૮ કરોડ નક્કી…

Read More

રૂ. ૪ લાખની લોનથી મિતેશભાઈના પત્રકારત્વના પગરણ સરળ બન્યાં

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સહાયથી અનેક જરૂરિયાતમંદ લોકો પગભર બન્યાં છે. પગભર બનીને તેઓ આત્મનિર્ભર પણ બન્યાં છે. આવા જ એક લાભાર્થી છે મિતેશભાઈ પરમાર…. કે જેઓ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શરૂઆતના તબક્કે તેઓને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરવું હતું. પરંતુ તે માટે કેમેરા, ટ્રાઈપોડ સહિતના સાધનોની જરૂરિયાત હતી. તેમની પાસે શબ્દોની તાકાત હતી, પરંતુ આર્થિક શક્તિ ન હતી. જેના કારણે તેઓ ઈલેક્ટ્રોનિક મીડિયા માટે જરૂરી કેમેરા સહિતના સાધનો વસાવી શકતાં નહોતા. આવા સમયે તેમણે અખબારમાં ગુજરાત પછાત વિકાસ નિગમની જાહેરાત જોઈને…

Read More

લોન સહાયથી મળેલ રીક્ષાથી રાહુલભાઈની જીવનની ગાડી ચાલવા લાગી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ‘પી.એમ.સૂરજ’ (સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોકકલ્યાણ)ના વેબ પોર્ટલ લોન્ચિંગ, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત શ્રી રામમંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારના અધ્યક્ષ સ્થાને વંચિત વર્ગો માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાહુલ કાનજીભાઈ સોલંકીએ લોન સહાય મળવા બદલ પોતાનો પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, મારી પાસે રોજગારીનું કોઈ સાધન ન હતું અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાના કારણે રૂ.૩૦૦ના ભાડે…

Read More