ધ્રોલમાં નશામુક્તિ વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરના ધ્રોલ તાલુકામાં માતૃશ્રી રામબાઈમાં આહિર કન્યા છાત્રાલય ખાતે નશાકારક પર્દાર્થો અને માદક દ્રવ્યોના ઉપયોગને અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આહિર કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ, આમંંત્રિત મહેમાનો અને શિક્ષકગણ સહિત ઉપસ્થિત સર્વેને નશામુક્તિના વિવિધ ઉપાયો અને કાયદાકીય માર્ગદર્શન આપવામાંં આવ્યુંં હતુંં. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ નશામુક્તિ અંગે શપથ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમમાંં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ.પી.વી.શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, આહિર કન્યા છાત્રાલયના આચાર્ય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ની કચેરીના કર્મચારીઓ અને 225 જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.

 

 

Related posts

Leave a Comment